. ✍ *જીવન* ✍
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
મરતો રહ્યો એકલો એકલો છતાં ના માની હાર,
કોઈની આશા અને ઉમ્મિદમાં,જીવનને જીવતો રહ્યો. ✍
ભલેને મળ્યા અનેક દગાઓ,
છતાં ભલાઈ હું તો કરતો ગયો.
દેહ અને જીવમાં અંતર રાખી દીધું,
જ્યાં આજે મે જીવનને મૂકી દીધું.
વિશ્વાસ પાત્રએ ઉડાળી મારી ઈજ્જતને,
છતાં પણ હું તો જીવનને જીવતો ગયો.
*દુઃખ અને ચિંતાઓથી શું કરશો* ?
*મુસીબતોને જાણીને શું કરશો* ?
*લખ્યું જ છે જીવનમાં જો દુઃખ* !
*તો દુઃખમાં તમે રડીને શું કરશો* ?
મુસીબતોથી લખ્યું છે મારું જીવન,
જે જીવનને હું તો જીવતો ગયો.
ભગવાનની શ્રદ્ધા પર કાયમ રહ્યો,
આજે હું જીવનને આસાનીથી જીવતો રહ્યો.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD