જ્ઞાનમાં સતત વૃદ્ધિ કરે છે વાચન.
શબ્દભંડોળ કેવું એ ભરે છે વાચન.
બને છે પુસ્તકાલય એમાં સહાયક,
કેટકેટલા સંશયોને એ હરે છે વાચન.
શબ્દસૌષ્ઠવે વાણી નીખરી જતી,
પ્રભાવ વ્યક્તિનો વધારે છે વાચન.
મનનની પૂર્વે વાચન સહાયક થતું,
નવરાશની પળોમાં સાંભરે છે વાચન.
સારું વાચન સદાચારને આવકારે,
વર્તનનાં મૂળમાં છે આખરે વાચન.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '