સફળતા ને મોત એક જ જેવી છે.
કયાં ક્યારે ને કેવી મળશે એ કોઈ ને ખબર નથી
પણ મળશે એ નક્કી છે
તારીખ વાર સમય પણ નક્કી છે
સફળતા ને મોત એક જ જેવી છે.
સફળતા માટે નિષ્ફળ જવાય છે.
મરવા માટે જીવાય જાય છે.
વાત સફળતા ને મોત મળ્યા બાદ સરખી જ થાય છે.
અદભુત ને સારા હોવા ના બિરુદ અપાય છે.
આંખો પણ સફળતા ને મોત બાદ સરખી જ ભીંજાય છે.
મારે એટલે સફળ નથી થાવું કારણકે મારે હજી જીવવું છે.
અનેક વાર મળતી નિષ્ળતા મને જીવાડે છે...
નિષ્ફળતા મારી અર્ધાંગિની છે.
સફળતા મોરો પ્રેમ છે.