માણસ હરહંમેશ જેનાથી ઓળખાય છે એ છે ચહેરો.
ચહેરો જ એની ઓળખાણ. આ ચહેરાની સુંદરતા માટે તો એ કેટકેટલું કરે, ખાસ કરીને સ્ત્રીઓ. પણ જાણ્યે અજાણ્યે એ ચહેરા પર એ મહોરા લગાડવા માંડે છે અને દુનિયાની ભીડમાં એ ભળી જવાની નાકામિયાબ કોશિશ કરતો રહે છે. તેની અસલિયત છુપાવીને એ એક બનાવટી મુખોટો એવો તો પહેરે છે કે જેમાં એની સચ્ચાઈ છુપાઈ જાય છે. આવા બહુરુપિયા વ્યક્તિની વાસ્તવિકતા જાણવી ખૂબ કઠિન છે.
ચહેરા ઉપર જોને લાગ્યાં છે મહોરા
ભરતાં રહે છે હરદમ એ ત્યાં પહેરાં
માંડ ઓળખી શકો તમે એને જ્યાં સુધી
ત્યાં તો ઊગી નીકળે નીતનવાં ચહેરા.