શબ્દો કેરી સરળતા કદી નહીં છોડું
લફ્ઝો કેરી તરલતા કદી નહીં છોડું!
છંદો કેરી સંગતતા ભલે નહીં પામું
ભાવો કેરી અંગતતા કદી નહી છોડું!
રંગો કેરી મોહકતા ભલે નહીં પામું
હોવા જેવી સહજતા કદી નહીં છોડું!
ધુનો કેરી રંગતતા ભલે નહીં પામું
સુરો કેરી મધુરતા કદી નહીં છોડું !
રાજા કેરી વૈભવતા ભલે નહીં પામું
સાધુ જેવી વિરક્તતા કદી નહીં છોડું !
---દેવાંગ દવે ©