મને યાદ આવશે તારી ગમતી વાતો
ભલે તું છોડી ને ગયો
મને યાદ આવશે તારી ગમતી વાતો ...
તારી વાતો સાંભળી તું લાગ્યો મજાનો
જ્યારે મળી હું તને તું લાગ્યો અજાણ્યો
પળ પળ બદલાયેલો લાગે તું
હર ક્ષણ મારો લાગે તું
આ પ્રેમ રમત મા મારી આંખો છલકે
મને યાદ આવશે તારી ગમતી વાતો ...
જે ચંદ સમય મે તુજ સંગ ગાળ્યો
પણ આંખ ખુલી ત્યાં તને ભાળ્યો
પ્રેમ કરી તને અમે હવે કયા જાશુ
આ રંગ મહેલ મા હવે સ્મિત ને આંસુ
આ વિરહ હવે ના મારા થી ખમાતો
મને યાદ આવશે તારી ગમતી વાતો ...
છેલ્લો બસ એટલું જ કંઈશ તને કે
તું હદયકમળ મા હરપળ રહેવાનો
આ દિલ કદી ના ભુલશે એ રાતો
મને યાદ આવશે તારી ગમતી વાતો ...