લાગણી - માણસને કેવો ફસાયેલો રાખે છે! લાગણી બતાવી તમે કોઈ પણ માણસને પોતાના વસમાં કરી શકો છો. વ્યક્તિના ભોળપણનો ફાયદો ઉઠાવીને લાગણીઓથી જ એને છેતરવામાં આવે છે અને એ મૂખૅ લાગણીઓનાં પ્રવાહમાં ડૂબતો જાય છે અને જ્યારે એને આ છેતરપિંડી સમજાય છે ત્યારે તે સંપૂર્ણ ડૂબી ગયો હોય છે. લાગણીશીલ માણસ હંમેશાં દુઃખી થાય છે. આ દુનિયામાં સૌથી વધુ છેતરપિંડી લાગણીના નામે જ થાય છે. માણસ કરતાં પશુ, પક્ષી, જીવજંતુ અને પ્રકૃતિ સાથે લાગણી રાખો - એ તમને ક્યારેય પણ દુઃખી નહીં કરે.