પ્રેમ ની મહેક ??❤
રોજ સવારે તું મને છેડે છે,
તારી મહેક લબ્સ નું દિલ ચોરી જાય છે,
રુબરુ આવ મારા યાર,
દુર રહી ઘાયલ ને સતાવ નહીં,
નથી તુ લબ્સ ને સમીપ તોય
તુજ વિરહ થી દિલ મહેકી જાય છે,
પવન મસ્તી ભર્યો દિલે સ્પર્શ જાય,
ને ઘાયલ સ્પર્શ માં તુજ મહેક ને પામતી જાય,
સુણે નામ તારુ ને લબ્સ તારી યાદ માં ખોવાઇ જાય છે,
બસ એકવાર લબ્સ નો વિશ્વાસ બની જા,
એક દિવાની ફુલો ની મહેક મા તુજ પ્રેમ ઝંખે, યુગો થી....
અમે રહ્યા આવારા તારા નામના,
તારી સાથે વિતેલી એક એક પળ,
લબ્સ ના ચહેરા ની ખુશી બની જાય છે,
તુજ વિરહ દિલ ને ચુબે,ને તુજ પ્રેમ ની મહેક રહી જાય,વાતો નો દરીયો ભરાઈ જાય,ને આશુ માં તારા પ્રેમ ની સુગંધ રહી જાય,આ બાવરી સુગંધ માં તને શોધતી જાય.....
શૈમી ઓઝા" લબ્સ "