વિતતી જતી ક્ષણોમાં એકાંતી આનંદ કરતો હોઉં છું
એમ હું ખુદના વિચારો સંગ જાગરણ કરતો હોઉં છું
મારા સુધી ની રાહમાં ખોવાઈ ગયા છે એના પગરવ
પહોંચવા ત્યાં સુધી મીલન ની કેડી કંડારતો હોઉં છું
આશાઓ ના બીજ તો અહીં તહીં છે વિખેરાયેલા
ઊગી નીકળે એકાદ માટે સ્મૃતિ પટ ખેડતો હોઉં છું
હસી ખુશી નો જીવન બાગ થાય નહીં હવે વેરાન
જીવન વૃક્ષ ને ઈચ્છાઓ થી ભરપૂર રાખતો હોઉં છું
નઝર મારી સામે પાર છે ખુદ ના જ અસ્તિત્વની
એમ હું હૈેયાની શૂન્યતા થી દૂરદર્શી રાખતો હોઉં છું
ખરતાં રહે છે સૂકા પર્ણો તારી યાદોના વૃક્ષ પરથી
બની રહે વસંત માટે હું પણ ટહૂકો રાખતો હોઉં છું
વિતતી જતી ક્ષણોમાં એકાંતી આનંદ કરતો હોઉં છું
એમ નિલ ખુદ ના વિચારો સંગ રચના કરતો હોઉં છું