Gujarati Quote in Microfiction by Dr.Namrata Dharaviya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી રીતે

સવાલો ઉદભવ્યા મનમાં અનેક,
જવાબ મળ્યો એક જ, હવે
પુછવુ કેવી રીતે..

દરવાજે થયા ટકોરા અનેક, આવ્યો
દરવાજો પણ હવે અવઢવ માં
ખુલવું કેવી રીતે..

ગુલાબ સરીખા ફુલ જેવા જીવનમાં,
કાંટા સમાન થઇ ગઇ જીંદગી
જીવવું કેવી રીતે..

પત્ર પણ લખ્યો ઝાંકળથી તમે,
ને ખોલ્યો વળી અમે તડકા માં
વાંચવો કેવી રીતે..

ચોતરફ રણમાં દેખાયું એક ઝરણું,
નજીક પહોંચ્યા ને હતું મૃગજળ
પીવું કેવી રીતે..

શબ્દો ઢોળાઇ રહ્યા છે શાહીમાંથી,
પણ કાગળ જોને રહી ગયો કોરો
વાચવું કેવી રીતે..

ડો.નમ્રતા ધારવિયા

Gujarati Microfiction by Dr.Namrata Dharaviya : 111116180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now