English Quote in Thought by Bhavik Chauhan

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોબાઈલથી? " હેપ્પી હોલી " કહેવા વાળા ઘણા છે...
પણ,
એક 'ચપટી' કલર આવીને કોઈ લગાવી જાય...

એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે !

હું આજે પણ બાળપણમાં લગાવેલા કલરને યાદ કરીને વિચારું છું કે

એમાં એવું કયું 'કેમિકલ' હતું...
કે
આટલા વર્ષો પછી પણ એનો કલર 'ઝાંખો' પડતો નથી ?

લાગણીથી લગાવેલા કલરના લિસોટા 'હૃદય' સુધી પહોંચતા હોય છે...

નાનપણમાં એ કલર લગાવવા વાળા કહેતા કે
"ડરવા ની જરૂર નથી, આતો 'કાચો' કલર છે... "

આજે એ કાચા કલરની અનુભૂતિ વારંવાર થાય છે કે

આનાથી 'પાક્કો' કલર દુનિયામાં બન્યો જ નથી !

"હોળી તેમજ ધુળેટી" ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ...

English Thought by Bhavik Chauhan : 111115620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now