હૃદયને હરપળ રહી ઝંખના હરિવર તારી.
એને કોણ કરી શકે છે મના હરિવર તારી.
એ ધબકતું હરક્ષણ તને પામવા અપેક્ષા,
પછી ના કરે શબ્દ વ્યંજના હરિવર તારી.
રુંવેરુંવે તડપન હશે સ્પંદનો જગાવીને,
કદી ના થૈ શકે અવગણના હરિવર તારી.
અહોરાત રહેતું ધડકતું સ્મરણ કરનારું,
ના ત્યજવી ગમે ઉપાસના હરિવર તારી.
રક્તથી પનારો ઉર ઝંકૃત વલખનારુંને,
સહજ થૈ જતી આરાધના હરિવર તારી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '