અમસ્તુ
અંત અમસ્તો,શરૂઆત અમસ્તી
હું અમસ્તો મારી લાગણી અમસ્તી
ગઈ કાલ અમસ્તી આવતીકાલ અમસ્તી
સતત સર તો સમય અમસ્તો,
મારી સાથે નો તમારો સંબંધ અમસ્તો
અમસ્તો છે આ રસ્તો, રસ્તા માં આવતા
વણાંક અમસ્તાં,મળતું મુકામ અમસ્તું
અમસ્તાં છે સપના ,
ભૂખ અમસતી,ભોજન પણ અમસ્તું,ભય અમસ્તો,ભેટ અમસ્તી,
કણ અમસ્તો મણ અમસ્તો
અવકાશ ને આકાશ અમસ્તું
વાદળ અમસ્તાં,વરસાદ અમસ્તો
ના બુજતી તરસ અમસ્તી,બજાવેલી ફરજ અમસ્તી
વધતી વસ્તી અમસ્તી,ઘટતી ધરતી અમસ્તી
ઠંડી હવા અમસ્તી, થતી ગુંગળામણ અમસ્તી
ગુલામી અમસ્તી,મળતી આઝાદી અમસ્તી
આવતા વિચાર અમસ્તાં
નામ અમસ્તુ ,નાક અમસ્તુ, શ્વાસ અમસ્તો શરમ અમસ્તી, શરીર પર નું ચિથરું અમસ્તુ
નજર અમસ્તી
અંત અમસ્તો,શરૂઆત અમસ્તી
"નિર્વાણ"