Gujarati Quote in Funny by Pravin..

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નીરખ્યા આજે.......@ અરવિંદ બારોટ.

અલપઝલપ તો જોયા 'તા પણ નેણ ભરીને નીરખ્યા આજે.
ટગરટગર થઇ મોહ્યાં 'તાં,પણ પ્રેમ કરીને પરખ્યા આજે.

ડગરડગર તો ખીલ્યાં 'તાં, પણ ફોરમ થઈને ફટક્યાં આજે.
ઘટકઘટક જળ ઝીલ્યાં 'તાં,પણ ગાગર થઈને છલક્યાં આજે.

મરકમરક થઇ મલક્યાં 'તાં,પણ હેત કરીને હરખ્યાં આજે.
અલકમલકમાં ભટક્યાં 'તાં, પણ એક અચંબે અટક્યાં આજે.

લટકમટક થઇ ચાલ્યાં 'તાં, પણ ઊંડા જળમાં લપસ્યા આજે.
ઝબકઝબક થઇ મ્હાલ્યાં 'તાં,પણ જળહળ થઈને ઝળકયાં આજે.

થડકથડક થઇ પામ્યા 'તા,પણ કાળજ કૂણા ધડક્યાં આજે.
અગમનિગમ તો જાણ્યા 'તા,પણ તમને જાણી હરખ્યાં આજે.

અરસપરસ તો ચૂમ્યા 'તા,પણ જમણાં અંગે ફરક્યા આજે.
ઘમરઘમર તો ઘૂમ્યાં 'તાં,પણ ગાણું થઈને હલક્યાં આજે.

Gujarati Funny by Pravin.. : 111112272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now