આવ લખલૂટ લુંટુ તને,
મૌન ની પરિભાષા એ ઘુંટુ તને.
શબ્દો છુટુ છુટુ ની તાક મા ;
લાવ એકાદ પત્ર લખું તને.
ઝેરના ઘૂંટે ઘૂંટ પી જાણું,
લાવ મીરા બની જંખું તને.
આંખમાં થરથરતા અશ્રુ વચ્ચે
લાવ લાગણીઓ થી ભીંજવું તને.
ઉજવાતા જાતજાતના તહેવારો વચ્ચે
લાવ રોજેરોજ હું ઉજવું અને માણું તને..
આ ફાટફાટના મૌન જંજાવાત ,
જોઈ લે કૂંપળ બની હું ફૂંટુ તને..
કંપતા થરથર તારા અંગ મરોડ,
રૂંવાટા બની હું ધ્રુજવું તને..
શોર આ ગાજવીજ નો મચાવતા વાદળ,
વીજ ચમકારના ડર વચ્ચે હું ભેટુ તને..
#Pritaax !