આજે મારા સ્કુલના દરવાજે હું ઊભી રહી ,
જાણે આવ અંદર સ્કુલ મને કહેતી રહી ,
અણદેખા બંધનો મને રોકતા રહ્યા ,
હક નથી અંદર જવું એમ કહેતા રહ્યા,
નાનાં નાનાં પગલાંના સંભારણા એ ભૂમિ પર છપાતાં રહ્યા,
જીવનની એક નિસ્વાર્થ પહેલ દેખાડતા રહ્યા,
વર્ષો સુધીના વળાંકો બાદ પણ સીધી રેખા ત્યાં જ બતાવતા રહ્યાં ,
નિર્મળ ભાવની ભોળા મનની સુંદર પળો સમજાતી ગઈ ,
બસ સ્તબ્ધ બની હું સ્કુલના દરવાજે ઊભી જ રહી......