એક સમય હતો જ્યારે વાંચક ના નામે એક જ વાંચક હતી. મારી સ્કૂલની ફ્રેન્ડ.. સ્કૂલના ચોપડાની પાછળ કઈ પણ લખું ને પછી ચોપડો એને મોકલું વાંચવા માટે, એ વાંચી ને અભિપ્રાય આપે. એ વ્યક્તિ ને વાંચવાનો જરાય શોખ નહિ પણ આતો કે ને દોસ્ત કઈક નવુ કરે તો હા એ હા કરવું પડે..!
એ વાત ને આજે દશેક વરસ થઈ ગયા. કાલે એનો ફોન હતો. કે આજકાલ બહુ લખે છે ને કઈ? મેં કીધું હા થોડી ફ્રી પડું તો લખવા લાગુ છુ. તો કે હવે પહેલા જેવુ નથી લખતી તું! મને આ જરાક ખુચ્યું... (આમ ભલે આપણે મોઢે બોલીએ ને મોઢે સાંભળવાની વાતો કરીએ પણ હજુય કોક મોઢે બોલી જાય તો ગમે નહિ...)
એના કહેવાના અર્થ મુજબ પહેલાના લખાણમાં હાસ્ય હતું ને હવે માં અનુભવ.. તમારા અનુભવ બીજાને વાંચવા ત્યારે જ ગમે જયારે એના પર એ વીતી હોય.. બાકી તમારા અનુભવ જોડે બીજાને કોઈ ખાસ લેવાદેવા હોય નહીં. પ્રથમ વાંચક આપણા લખાણ થી નિરાશ થાય ત્યારે થોડો સમય આત્મમંથન કરવું પડે. અત્યારે એજ કરી રહી છું. બહુ જલ્દી કઈક સારા વિષય ને લખાણ સાથે મળીશું.
આ જાણ એટલા માટે કરી કેમ કે ઘણાએ પૂછ્યું કેમ બહુ દેખાતા નથી. કેમ બહુ લખતા નથી. એવું કંઈ ખાસ કારણ નથી. અહીં જ છું ને "પ્રેમની પેલે પાર" થકી દર અઠવાડિયે અમને વાંચો જ છો.