ચાલ આઝાદ કરું તને આજે,પણ ત્યારે શું કરશે જ્યારે બસ સ્ટેન્ડ થી પસાર થશે અને તારી રાહ જોતો મારો ચહેરો યાદ આવશે તને.....
ચાલ આઝાદ કરું તને આજે,પણ ત્યારે શું કરશે જ્યારે કોઈ ચોકલેટ આપશે તને અને ચોકલેટ ખવડાવતો મારો હાથ યાદ આવશે તને.....
ચાલ આઝાદ કરું તને આજે,પણ ત્યારે શું કરશે જ્યારે બહાર ધોધમાર વરસાદ વરસતો હશે અને મારી સાથે વિતાવેલો પહેલો દિવસ યાદ આવશે તને......
ચાલ આઝાદ કરું તને આજે,પણ ત્યારે શું કરશે જ્યારે તું બારી પાસે આવશે અને ફ્લાયિંગ કિસ આપતી તારી સેલ્ફી યાદ આવશે તને.....
ચાલ આઝાદ કરું તને આજે,પણ ત્યારે શું કરશે જ્યારે તું કોઈની હુંફ ઝંખસે અને મેં આપેલો પ્રેમ યાદ આવશે તને.....