#દહેજ
તારા આગંણે આવી હુ, ખુશીયોના સમણા લઈ.
જો જોવા હુ આવી, જીવનનો ખીલેલો બાગ તારો.
પરોવીને હાથ મારો તારા હાથમા, હુ સંગે હરવા આવી.
રળીયામણુ મારુ પણ વન હતુ.
પણ મને તારા બાગનુ ગુલાબ ગમેલુ.
મને તુ ગમેલો એટલે જ હુ,
મારા વન મારા ઘરને ભુલી આવેલી.
બસ માગેલો થોડો પ્રેમનો છાયો,
પણ તે તો આગ પહેરાવી કરી રાખ મને.
મારા વનના 'આમ' માટે.
કરતો એક કામ, કહેતો જોઇયે મને આમ.
રામ કસમ આબાવાડી હોત આગંણે તારા.
"જો તે ના ભેગી કરી હોત મને રામ ના હારે,
તો શ્યામ હુ મીલાવતી તને આ રાધા ના હારે."
-રેરા