Gujarati Quote in Romance by jigar bundela

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા ને મારા સબંધ ને નામ ન આપતી
નામનાં ખાતરથી સબંધનાં કુંડામાં આશાની વેલો ઉગે છે ને પછી એનાં પર અપેક્ષાઓનાં ફુલ ખીલે છે.
તુ માવઠા ની જેમ વરસતી રહેજે મારે અષાઢી આભ નથી જોઈતું.....
વધું વરસાદ પડે તો બધુ સડી જાય છે.
મારે સડવું નથી, મારે ગળવું નથી,તારી સંગે મારે ભળવું નથી,
અળગા રહીને ક્યારેક તારાં ગાલ પર આવતી લાલી કે તારી આંખોની જુબાની બનવું છે.
જે માત્ર હું ને તું જ સમજીએ છીએ.
નાં I Miss u....નાં I Like u..... નાં I Love u....કહીશ....
With u .....See u..... બહું છે મારાં માટે...
કરણ કે-
સમયની સાથે.....
Miss u વાળા મિસ થઈ જાય છે.... Like u વાળા dislike થઈ જાય છે.... ને Love u વાળાનો Love બદલાઇ જાય છે..
સાથે રહી જાય છે...
With u વાળા નો ખભો ને See U વાળા ની આંખો....
જેનો પ્રેમ અનુભવી શકાય છે.... જોઇ શકાય છે.
ન સમજાય મારી વાત તને તો હું શું કરું
દરેક ની પાસે છે ને કોઈનીય પાસે નથી
જીગરને સમજવા જીગર જોઈએ.........
છે???????

-જીગર બુંદેલા
SWA MEMBERSHIP No: 032928

Gujarati Romance by jigar bundela : 111109827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now