કોઈએ મને પૂછ્યું કેવું છે તમારું પાલનપુર?
રંગીલું, મોજીલું.હૈયાળુ,હેતાળુ.
ફૂલોથી ખીલેલું.અતરથી મહેકેલું.
હીરાથી ચમકેલું.બક્ષીબોલું,સોનાતોલુ.
શૂન્ય અને સૈફની.મહેફીલથી ભરેલું.
લોકસાહિત્ય અને ગઝલનું પિયરુ.
પશુધનઘેલું ફુવારા વાળું, બટાકા વાળું.
જીરાવાળું, દિવેલા વાળું,બાજરીવાળું
,દાડમ વાળું.બનાસ ડેરી,
અને.બનાસ નદી વાળું.
ઉત્તરે અંબાજી અને બાલારામ વાળું,
દુનિયાની પ્રાચીન.અરવલ્લી ગિરિમાળા વાળું.
હરિયાળું,વરિયાળુ.લિલી લિલી.
વાડીઓ વાળું.
દિલ્લી, ગઠામણ.જેવા ગેટ વાળું.
સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ વાળું.
કીર્તિસ્તંભ વાળું.કુંભારીયાના દેરા વાળું.
જેસોર જેવા.રીંછ અભ્યારણ વાળું.
સુગંધિત નગર, નવાબી નગર.
તાંબુ સીસું, અને જસત જેવા ધાતુવાળું,
સરદાર કૃષિનગર,યુનિવર્સિટી વાળું.
દાંતીવાડા ડેમવાળું.
વાવ,થરાદ રજવાડા જેવી.
સંસ્કૃતિ અને પ્રકૃતિ વાળું.
રણ વાળું,નડાબેટ વાળું.
સરહદી વિસ્તાર વાળું.
પાકિસ્તાન મા.પડઘો પાડનારું.
નીડર અને સંઘર્ષ વાળું.
આવું લીલાંલહેર વાળું.
રંગીલું મોજીલું મારુ પાલનપુર.
#નરેશ મકવાણા