પહેલી વાર
એક્સપર્ટ લેક્ચર ચાલતો હતો,
અને હું એને પહેલીવાર જ મળ્યો,
ખબર નહિ કેમ,
એ દિવસે નસીબ હતું કે સંજોગ,
મારી બાજુમાં જગ્યા ખાલી હતી,
થોડાક હાઈલાઈટ કરેલા વાળ,
થોડીક ભૂખરા કલરની આંખ,
અને આંખ નીચે લગાવેલું આઈલાઈનર,
અને નાકમાં નથણી ને કેમ ભુલાય,
ના જાણી અજાણી વાત સાથે,
એને હેલ્પ માંગી લીધી,
અને છોકરા નો સ્વભાવ જ હોય ને,
એક પળનો હિસાબ કર્યા વગર,
હેલ્પ કરી દીધી,
નામ નથી ખબર,
પણ એ 'પહેલી' મુલાકાત યાદ રહી ગઈ.
???