*_હૈયે આજે_*
*_ખુબ અકળામણ થઈ , , ,_*
*_અચાનક__*
*_બારી ઉપર નજર ગઇ . . ._*
*_એક ચકલીને , , ,_*
*_આનંદથી_*
*_ચિચિયારી કરતાં જોઈ . . ._*
*_અદેખાઈ થઈ_*
*_મને તેને આનંદિત જોઈ , , ,_*
*_અનાયાસે જ_*
*_તેને વાત પૂછાઇ ગઇ . . ._*
*_" કેવી રીતે_*
*_આટલી આનંદિત રહી શકે તું , , ,_*
*_સદીઓથી_*
*_ફક્ત ચોખાની ચણ લઈ . . . ? "_*
*_વાત સાંભળી મારી , , ,_*
*_એને મનુષ્યની વાચા થઈ . . ._*
*_રે ભલા આદમી , , ,_*
*_બુદ્ધિ તો તને_*
*_અમારા કરતાં_*
*_અનેક ઘણી મળી ગઇ . . ._*
*_પણ ઇચ્છાઓની_*
*_વણઝાર લગાવી તેં , , ,_*
*_તેમાં તારી ખુશી રોળાઈ ગઇ . . ._*
*_મળ્યું જે , , ,_*
*_એ મોજથી માણી લે , , ,_*
*_ભેગું કરવાની ઇચ્છા તજી દે . . ._*
*_સંતોષની_*
*_મૂડી તું સાચવી રાખ , , ,_*
*_દેખા દેખીમાં ન ખોઈ દે . . ._*
*_હૈયાની_*
*_અકળામણ ઓછી કરી , , ,_*
*_એ_*
*_નાની સી ચકલી , , ,_*
*_આર્ટ ઓફ_*
*_લિવિંગ શીખવાડી ગઇ . . ._*