"મિત્ર"
કહેવા આ માં તો ખાલી એક શબ્દ જ છે.!
પણ સમજવા જાઓ તો લાગણીઓ નો દરિયો છે.!
ભગવાન આપણા ને માં,બાપ,ભાઈ,બહેન તો જન્મ ની સાથે જ આપે છે પણ ખાલી મિત્ર જ એક છે જે ભગવાન આપણા ને ગિફ્ટ માં આપે છે જે આપણા ને "માં" ની જેમ વિના સ્વાર્થ એ પ્રેમ કરે છે. પિતા ની જેમ આપણી ભૂલો પર ગુસ્સો કરે છે. એક મોટા ભાઈ ની જેમ આપણું રક્ષણ કરે છે અને હંમેશા સાચા રસ્તે દોરે છે. અને એક નાની બહેન ની જેમ આપણી ભૂલી ને છૂપાવી આપણા ને બચાવે છે.
"એજ મિત્ર જેની સાથે આપણી જિંદગી એક ખુલ્લી કિતાબ જેવી હોય છે,જેની સાથે હસી શકીએ,જેના સામે કોઈ ડર વગર રડી શકીએ, જેની સાથે કોઈ જ સરમ વગર બેસર્મ થઈ શકીએ, જેને આપણે કોઈ મુશ્કેલી હોય ત્યારે સૌ પેહલા યાદ કરીએ, એજ મિત્ર".
આપણે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલ ના નિબંધ માં "મારો પ્રિય મિત્ર" એના વિશે લખતા ત્યારે યાદ છે કોનુ નામ લખ્યું હતું?
જો એમાં લખેલા નામ માંથી કોઈ પણ મિત્ર આજ તમારી સાથે હોય ને તો એજ તમારો "સાચો મિત્ર".
જિંદગી ના દરેક પળો જેની સાથે એક ખુલ્લી કિતાબ ની જેમ રહી શકીએ, એ કિતાબ ના કોઈ કિસ્સાઓ વાંચવા બેસીએ તો ક્યારે મોઢે મુસ્કાન આવે તો ક્યારેક આંખો માં આંસુ,ખુશી માં પીઠ થપ થપાવે અને દુઃખ માં સાથે ઊભો રે, પણ ક્યારેય કોઈ પળ ને રબ્બર થી સાફ કરવા ની જરૂર ના પડે એજ છે મિત્ર.!
જિંદગી માં ક્યારેક એવા સંજોગો આવે જ્યારે આપણા પરિવાર ના લોકો આપણા લોહી ના સંબધી એ દૂર ના સંબધી થઈ જાય છે અને જેની સાથે કોઈ લોહી નો સંબંધ નથી હોતો ક્યારેય એ આપણા ને લોહી ના સંબધ કરતા પણ વધારે મદદ મા આવે છે આપણા સાથે તડકા માં છાયો બની ને સાથે રહે છે એજ છે મિત્ર.
"SOME FRIENDS AREN'T JUST FRIENDS THEY'RE FAMILY"
"જો આ વાંચ્યા પછી તમને જેની પેલા યાદ આવે ને એજ તમારો સાચો મિત્ર"
તો ચાલો આજ એક ૨ મિનિટ નીકળી ને એક મેસેજ કરી ને કહી દઈએ એ મિત્ર ને કે "I MISS U YAAR".
કેમ કે " Dosti main to No sorry or No thank u" hi hot hai.!!!