રોજ મળવાની હતી ને ક્યારેક આપણી ટેક
ને હવે વોટ્સએપ પર પણ નથી કરતી ચેટ
સખી તારો સ્નેહ ક્યાં ખોવાણો !
ખબર છે સ્ત્રીઓ નો સંસાર લગ્ન પછી બદલાય
પણ તેથી કઈ સ્નેહ ની સરવાણી ના સુકાય
સખી તારો સ્નેહ ક્યાં ખોવાણો !
કે સમય ના બહાના હેઠળ ભૂલવાની છે સાજિશ
કે હું જ છેક અધીરી કરવાં સખીપણ ની નવાજીશ
સખી તારો સ્નેહ ક્યાં ખોવાણો !
ઝાકળ નું ટીપુ બસ તડકા થી જ દીપે
સંબધો ની તરસ તો સ્નેહ થી જ છીપે
સખી તારો સ્નેહ ક્યાં ખોવાણો !