ઈચ્છા નથી જીવવાની,,, જીવવું પડે છે...
ઈચ્છા નથી મરવાની,,, મરવું પડે છે...
બાકી ઘણી જીંદગી ,,, જીવવાની કેવી,,,
ખબર છે ભર્યું ઝેર,,, પીવું પડે છે,,, પીવું પડે છે,,,
બાકી ઘણા કાર્ય ઘટે છે આ જીંદગી,,,
છોડવી નથી છતાં,,, છોડવી પડે છે,,, છોડવી પડે છે,,,
સમાવવું ઘણું અહીં,,, દેહ છે નાનો,,,
સાચવવા છતાં,,, ખોવું પડે છે,,, ખોવું પડે છે,,,
સાચા ખોટા ઘણા કર્મ કર્યા દેશથી,,,
ઈચ્છા ઘણી હસવાની,,, હૈયું રડે છે,,, હૈયું રડે છે,,,
ભર્યો સમદરીયો પુરો નયનનો,,,
પૂર્ણ થતાં આયખું,,, આંખો રડે છે,,, આંખો રડે છે,,,
નિભાવીયો સાથ,,, સૌનો જીવતાં,,,
મરતા પહેલાં એ ,,, છોડવો પડે છે,,, છોડવો પડે છે,,,
તન કહે મરવાનું,,, જીવવું પડે છે,,,
મન કહે જીવવાનું,,, મરવું પડે છે,,, મરવું પડે છે,,,
ઈચ્છા ઘણી જીવવાની,,, મરવું પડે છે,,,
ઈચ્છા ઘણી મરવાની,,, જીવવું પડે છે,,,જીવવું પડે છે,,,