ગઢશીશા હાઇસ્કૂલના ગૌરવ સમાન સહપાઠી મળ્યા.
ખુલ્લી આંખે સ્મરણો ના સપના સાકાર ફળ્યા.
એ ક્લાસ ની મસ્તી હર ચહેરે ખુશી હસતી.
ગુરૂની અમીદ્રષ્ટિ સદાય આપણા પર વરસતી.
કોઈ પરિણામો નહીં ફિકર જીંદગી બિંદાસ રહેતી.
ક્યારેક પ્રાર્થના તો ક્યાંક પાર્ટી થતી રહેતી.
વિસરાઈ ગઈ વેળા હવે ક્યારે થઈશું ભેળા.
હર દિવસે હતા આનંદ અને લાગણીના મેળા.
આદર્શ બન્યા રમેશ દવે સાહેબ,
રહેતી સદા રેખા બેન ની બીક.
વિરમ સાહેબની વિનમ્રતા, રમેશભાઇ ની અદભુત હતી રીત.
માત જશોદા મૈયા નું પ્રેમ મળતું.
મેદાન આખું ગરજે ગઢવીરાજ કરે અવાજ.
સંગીતમાં સુર પંચમ પુરાવે પ્રશ્નના બેન.
*"નર"* કહે હજુ નયનમાં એ ચિત્ર કરે બેચેન.