હરીભરી ફૂલવાડી થઈ ગઈ,
ધોતી સાથે સાડી થઈ ગઈ !
ખેતરમાંથી વાડી થઈ ગઈ,
એક બંગલો, ગાડી થઈ ગઈ !
એમ સમાચારોમાં આવ્યું,
ગરીબ વ્યક્તિ જાડી થઈ ગઈ !
સાથે ભણતી'તી શાળામાં,
એ છોકરીઓ માડી થઈ ગઈ !
એક આંખ મીંચી તો સામે,
કેવી રાડારાડી થઈ ગઈ !
નકશામાં શોધે છે ઘોઘા,
જે લંકાની લાડી થઈ ગઈ