"શૂરા જોજે જય ના પાણી"
બેલીડા તું બાખડી લેજે રે, અરી સાથે આખડી લેજે;
માતા કાજ મારવું ઈ મારદાનગી કેરી ભાઈ નિશાની.
શૂરા જોજે જય ના પાણી.
બેલીડા તું ફાળ મા ખાજે રે, ગેંગે ફેંફેના ગીત મ ગાજે,
દેજે રણહાક ધ્રુજી જાય ધરતીના ખંડ ખંડ ઘણેણી.
શૂરા જોજે જય ના પાણી.
એવી તારી છાતિયું ફૂલે રે, ફૂલે ગુલશનનાં ફુલો,
તૂટે બખ્તરની કડી જાય એનાથી ના ભીંસ ખમાણી.
શૂરા જોજે જય ના પાણી.
વીરા તારી વાટ જુએ છે, જોવા તારા હાથ જુએ છે,
વેરીના રાગતો પીવા આજ ભૂખી થઈ માત ભવાની.
શૂરા જોજે જય ના પાણી.
ભૂમિની વાત જ્યાં આવે રે, નેનું માં નિંદ્રા ના'વે;
સૂતા ઓલ્યા વીર શિવજીને ભાઈ ભગતસિંહની આંખ તણાણી.
શૂરા જોજે જય ના પાણી.
નથી તારી બેનડી રોતી રે, નથી માવડી રોતી,
જેણે તારી ચૂંદડી ઓઢી એ ભાગ્યશાળી એક નાર ફુલાણી.
શૂરા જોજે જય ના પાણી.
બેની તારા કેડિયા ગુથે રે, ભાભી તારા મોજલા ગુથે;
હાજી એને હેત ઘણું માતા કામળી ગુથે રેંટિયા તણી
શૂરા જોજે જય ના પાણી.
(રચના કવિ શ્રી દાદ)