સત્તાના સોદાઓ કર્યા કરશે જોયા કરજો,
એ વાતવાતમાં ફર્યા કરશે જોયા કરજો.
કાર્યકર્તા કથડશે હજુ, વાયડા વકરશે હજુ,
કેટલા ગયા એ ન જુઓ - કેટલાયે જશે હજુ;
ખેડૂતોને દેશે ડામ, નોકરિયાતોને દંડ ખુલ્લેઆમ,
ઘર પોતાનાં જ ભર્યા કરશે જોયા કરજો.
માન, સન્માન ને' ઈમાન ખોઈ બેઠેલા લોકો છે,
ઈજ્જત, આબરૂ તમામ ધોઈ બેઠેલા લોકો છે;
રોડ, રસ્તા, ખાણ, ખનીજ - ડેમ હોય કે લીઝ
જે મળશે એ ચર્યાં કરશે જોયા કરજો.
જે સાચા હતાં એમનું ખમીર મારી નાખ્યું,
હતાં પ્રામાણિક એમનું ઝમીર મારી નાખ્યું;
સાચું કેહવા દેતા નથી, રસ્તો રહેવા દેતા નથી,
લાલચમાં લોકશાહી મર્યા કરશે જોયા કરજો.
નાદાન કાન
#Dp
#karma
#purity ...