"વાગ્યા ઢોલ આંગણે"
મોકલ્યા તેડાં બ્રાહ્મણને થઈ ભેગા સગાને વહાલા.
ગુંજ્યા મીઠા ગીત ને, વાગ્યા ઢોલ આંગણે.
લાલ શ્યાહી થી લખાઈ જ્યારે લગ્નની કંકોત્રી.
મહિયર તણી માટીનો ભાવ ત્યારે સમજાયો.
આવી તિથી લગનની ને, તોરણ બંધાણા બારણે.
થયા આગમન મહેમાનોના ને, આવ્યા સખી તણા સંદેશ.
પાઠ મંડાયા પીઠી ના ને, આવ્યા કાકી,મામી ને ફોઈ .
રંગ લગાવ્યો પીઠી નો ત્યાં ઉર ના ભાવ ઉભરાયા.
ઓઢી ચૂંદલડી ને બેઠી માંડવે, શમાવી ભાવ લાગણી કેરા.
આવી વેળા વિદાય ની ને, અવિરત વહ્યા નેણ.
છૂટી ગયો સહુનો સંગાથ ને છૂટી ગઈ બાળપણ ની એ યાદો,
છૂટી ગયો એ આંગણ કેરો સાથ...