English Quote in Blog by Jigar Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૈયે આજે ખુબ અકળામણ થઈ,
અચાનક બારી ઉપર નજર ગઇ.
એક ચકલી ને આનંદ થી
ચિચિયારી કરતાં જોઈ.

અદેખાઈ થઈ મને તેને આનંદિત જોઈ,
અનાયાસે જ તેને વાત પૂછાઇ ગઇ...
"કેવી રીતે આટલી આનંદિત રહી શકે તું,
સદી ઓ થી ફક્ત ચોખા ની ચણ લઈ?"

વાત સાંભળી મારી, એને મનુષ્ય ની વાચા થઈ.

રે ભલા આદમી...
બુદ્ધિ તો તને અમારા કરતા અનેક ઘણી મળી ગઇ,
પણ ઇચ્છા ઓ ની વણજાર લગાવી તેં,
તેમાં તારી ખુશી રોળાઈ ગઇ.

મળ્યુ જે, એ મોજ થી માણી લે,
ભેગું કરવાની ઇચ્છા તજી દે.
સંતોષ ની મૂડી તુ સાચવી રાખ,
દેખા દેખીમા ન ખોવી દે.

હૈયા ની અકળામણ ઓછી કરી,
એ ચકલી તૉ ઉડી ગઇ.
"શ્રી શ્રી શ્રી" જેવા કોઇ મોટા વિશેષણ વગર,
એ નાની સી ચકલી,
આર્ટ ઓફ લિવિંગ શીખવી ગઇ.

❤️?

English Blog by Jigar Patel : 111107593
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now