ઝાંઝર
ઝાંઝર નો ઝણકાર આ ઘાયલ ને રડાવે,
દિલ દાઝ્યું વિરહ માં તારી, ઝાંઝર દર્દ માં
દામ આપે.......
લહેરાતા પવન ને આ પાગલ તારા હાલ પુછે,
ઝાંઝર નો મધુર સુર તુંજ વિના વિષ સમો લાગે,
તને મેં અંગત માની,તુજ મને અંગત નો અર્થ સમજાવી ગઈ ,વાહ!
આ પાગલ ની વેદના પાગલ જાણે,
દિલ ના દર્દ દવા શાયદ મળી જાય.
ખુદ નું દર્દ પાગલ શબ્દ ગુંથી
કવિતા ને વાચા આપે,દર્દ પાગલ નું નામ,
ઝાંઝર ના ઝણકાર નું દર્દ ઘાયલ જાણે.
રોજ તને આ પાગલ શોધે,ચાંદ,તારા થકી,
નદી,વર્ષા ને પુછે, તારું સ્થળ,આજે દિવસો બન્યાં છે દર્દીલા,જે ઝાંઝર નો રણકાર લાગતો મીઠો સાકર શમો, આજ મુજ ને વિષ સમો લાગે.....
આવે તારી યાદ તો ઉભરે પાગલ,થઈ ગયો તારો વિરહ,આ દિલ તારા વિરહ માં બસ રડવાનું જાણે,
ઝાંઝર ના અવાજ માં આ દિવાનો તુજ ને ઝંખે,........
શૈમી ઓઝા "લબ્સ "
અમદાવાદ