Gujarati Quote in Whatsapp-Status by Hina Modha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું સંવેદના ઓ નો સ્ત્રોત છે.
તું વેદનાહરિણી છે.
તું સહનશક્તિઓ નો ભંડાર છે
તું લાગણીઓ નો ખજાનો છે.
તું ઈશ્વર નો મજાનો આવિષ્કાર છે.
કારણ તું પ્રેમ રૂપી આ વિશ્વ નો ઉજાસ છે.
તું ક્ષણિક ગુસ્સા ઓ નો પણ અવતાર છે.
પણ તારા રૂપી વ્યક્તિત્વ હરેક માણસનો ભવ તારે છે.
સીમિત હોવું તારો સ્વભાવ નથી..!!!
કારણ તું મમત્વ નો વિસ્તાર છે.
તું એક કાયમી ના ઓળખાતી પહેલી છે...!!!!
જે ને જવલ્લેજ કોઈ પારખી શકે...કારણ તારી અંદર પણ કેટલીય સ્ત્રી ઓ જીવતી હોય છે...!!!
તું તારી અંદર હમેંશા સળગતો રહેતો સવાલ છે
જેનો જવાબ તું તારી આડીઅવળી જિંદગી ને જીવી ને સુલજાવે છે.
તું સતી છે...તું જ સાવિત્રી
ને જરૂર પડ્યે તું સંહારીની પણ બની જાય છે..કારણ તું વૈવિધ્ય છે.
તું નીડર છે...તું નિર્ભયા છે.... ને તું જ સરસ્વતિ છે.
તું દામિની છે...તું વિશ્વા છે.. ને તું જ એક માત્ર લક્ષ્મી છે.
કારણ તું કુદરતની અલબેલી અખિલા ભરી કળા છે.
તું થરથર તા શરીરે એક નવા જીવ ને જન્મ આપતી લોહી મરણ ની વચ્ચે યુદ્ધ કરતી શશક્તા છે.
ને એટલે જ કુદરત ના બીજા એક ઉત્તમ સર્જન રૂપી પુરુષ ની સમોવડી થવા કરતા તું એની પૂરક થઈ ને ઉભી છે.
ધન્ય છે એ દરેક સ્ત્રી જે સ્ત્રી થઈ ને જન્મી છે.
Happy womens day... To all lovely n adorable ladies....!!

-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111106714
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now