તમે મોંન માં મલકો વાલમ અમે પળેપળ ઝુરીયે,
કહો તમે તો જીવીએ વાલમ કહો તમે તો મરીએ.
નેણ તમારા જગત અમારું,
હૃદય રૂડું રજવાડું
તમે અમારા રાજ્જા સાહેબ
અમે ગરીબ ચાકરડું.
જીવતર આખ્ખું કયો ને વાલમ કોના નામે કરીએ ?
કહો તમે તો જીવીએ વાલમ કહો તમે તો મરીએ .
તમે અષાઢી મેઘની ઝરમર
અમે હેતની હેલી
બાથ તમારી બારેમેઘ
અમે નદીયું જાણે ઘેલી.
ઘેલી વાલમ લાગણીયું લઇ કઈ દિશા સંચરીએ ?
કહો તમે તો જીવીએ વાલમ કહો તમે તો મરીએ.
વર્ષા બારોટ