સાંજ ઢળે શરમાય છે રાતરાણી,
રાત પડે મલકાય છે રાતરાણી.
મઘમઘી ઉઠે છે બાગ આખો,
ખુશ્બુ બની ફેલાય છે રાતરાણી.
ચાંદની જોડે વાતો કરે છે રોજ,
ચાંદ ને જલન થાય છે રાતરાણી.
દિવસે તો દુનિયા આખી જાગે,
રાતના જ પરખાય છે રાતરાણી.
છે જેના પર હાથ રજની ના સદા,
એટલે રાણી કહેવાય છે રાતરાણી.
સૌજન્ય : ટ્વિટર - અનવર જુનેજા