કેટલું સમજાવું હું તને!!!!! છેલ્લે સમજવાની ઈચ્છા પણ હોવી જોઈએ ને....
કેટલા પોઝિટિવ વિડિઓ જોવા તારે!!!!છેલ્લે તેને ફોલો કરવા મનને જગાડવું પણ જોઈએ ને...
કેટલા સુવાક્યો વાંચવા તારે!!!!છેલ્લે તેને અનુસરવા આળસ છોડવી જોઈએને....
તું કહે છે મને સમજાવ.....પણ શું સમજવું છે તારે ?????
દરેક પળે સાથે છું તારી....પણ મનનો વિશ્વાસ તો તારે જગાવવો પડેને!!!!
જીવનમાં પરીક્ષા તો આવ્યા જ કરે....પણ ડગ તો માંડવા જ પડેને!!!!