મંજીલ
હું એક ભટકતી મારી મંજીલ છુટી ગઈ દુર,
તુ મને મંજીલ સુધી લઈ જા ને, જીંદગી પહેલી સમી તુ મને ઉકેલાવ ને આ પહેલી તુ મને લઈ જા ને મંજીલ સુધી,
જીંદગી મુસાફર માં તુ બની જા ને મારો સાથી,
સાથ તારો હોય તો આ લબ્સ દુનિયા ના મોં પર મારી દે તાળું, મને આપ ને તારો સાથ મને લઈ જા ને મંજીલ સુધી.......
તારી મંજુરી હોય તો કાંટાળો પંથ કપાય સદાય હસતાં,મારી મંજીલ તો હદી છે,માઈલો દુર,ચાલવા નું છે મધુર સ્મિત સાથે,મને લઈ જા ને મંજીલ સુધી.........
સાથ હશે જો તારો તો આ લબ્સ રણ ને ફળદ્રુપ બનાવી જાણે, પથ્થર માં પાણી નિકાળી દે,હસતા રમતાં, તુ મને લઈ જા ને આ મંજીલ સુધી.......
કાંટાંળી કેડી એ મંજીલ કયાં મળી જાય સરળ, મંજુરી હશે તારી તો ચાંદ પર નામ લખી જાણસે,મને લઈ જા ને આ મંજીલ સુધી,.........
સંઘર્ષ નો રાહ છે,કઠીન દુઃખ માં રડાવી દે,તોડી નાંખે અસફળતા એ તું મને સંભાળી લે ને ,
તું મને લઈ જા ને આ મંજીલ સુધી............
નિષ્ફળ "લબ્સ"
શૈમી ઓઝા......
અમદાવાદ......