પહોળા મન છે એવા રે, સાગર થી ચડીયાતા.
કરમ હિણા કિનારે કિનારે, વસમી થપાટું ખાતા....પહોળ°
ભીતરમાં અમૃત ભરીયા જે, કોઈ ને નથી કળાતા,
આંસુ વાટે ઉભરાણા છે, થથરી ને ઠરી જાતાં....પહોળા°
વિજળીયું ચમકારા વ્રેમાન્ડ, વાદળ જાય વિઝાંતા,
એક જ છે નિશ્વાસ અમારો, સરોવર છલકીયાં જાતાં..પહોળા°
પરીમલ કરે પ્રચાર સૌરભનો, ફૂલ નથી શરમાતાં,
બહેકી ગઈ છે બાગ માળીથી, રખોપા નથી રાખતા... પહોળા°
જ્ઞાન ગાગરે કદી ગુણીજન, પાણી એને નથી પાતા,
ખુપ્યા વિનાના વગડે ખીલીને નાહક ના ખરી જાતાં... પહોળા°
અમૃત પાતો આતન તારી, લાલચે સૌ લોભાતા,
'દાદ' કહે છે કોઈ ના કોઈથી, જેર નથી જીરવતાં... પહોળા°
- રચના કવિ શ્રી દાદ