માંહ્યલો તારો એક મનવા,
બનાવ એને તું નેક મનવા.
ન થાય કોઈ દુઃખી તુજથી,
રાખ કાયમ એ ટેક મનવા.
આ ઉપરછલ્લુ મળવા કરતા,
પહોંચ દિલ સુધી છેક મનવા.
ક્યાં ઓળખી શકાય કોઈને,
મુખોટાં સૌના અનેક મનવા.
ભૂલી બધાં ભેદભાવો સદંતર,
આવ ભળીએ એકમેક મનવા.
-ચંદ્રેશ સિંગલ"માણસ""