. *પરિક્ષા*
*_:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::_*
દયાભાવ રાખી આગળ વધુ,
દુઃખ તરફ હું નજર ના રાખું,
છતાં મળે છે અસફળતા મને !
*ક્યાં સુધી લઈશ મારી પરિક્ષા* ?
*_લેવી હોય તેટલી પરીક્ષાઓ લઈલો_*,
*_પણ માર્ગદર્શન તો કરાવતા જાવ_*.
ક્યાં સુધી હું લડતો રહું,
ક્યાં સુધી હું દોડતો રહું,
હવે મને રસ્તો બતાવી આપ !
*ક્યાં સુધી લઈશ મારી પરિક્ષા* ?
*સંકટમાં તું શાંતિ આપી દે*,
*પરિક્ષા મને ઉદાહરણ આપી દે*.
હૃદયમાં તારી આશ રાખી બેઠો,
આ આશને તું તૂટવા નહિ દેતો,
મારી મહેનત પ્રમાણે દેજે મને,
પણ *ક્યાં સુધી લઈશ મારી પરિક્ષા* ?
*_કરતા નથી જે કોઈનું ખોટું_*,
*_એમની પ્રાથનાને સ્વિકારીલે_*,
*_એમને પરિક્ષાથી બહાર નીકાળી દે_*.
નજર મારી મહેનત પર રાખજે,
કામ તું મારા કર્મો પર મૂકી દેજે,
દયાભાવ રાખી આજ કહિદે,
*હવે ક્યાં સુધી લઈશ મારી પરિક્ષા* ?
_*_.
*_:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::_*
ધવલ રાવલ
TRUST ON GOD