જિંદગીથી કોઈ ફરિયાદ નથી ,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,
વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,
આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ,
ખરી ગયું એ પાણી, એ યાદ નથી,
જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી,
જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,
ઉભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી.
*આમ તો હું સતત હાસ્ય રાખું છું ચહેરા પર,.*
*સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી...*