હ્રદય નાં શુધ્ધ પ્રેમી ને નિગમ નાં
જ્ઞાન ઓછાં છે,
ન પરવા માનની ત્હોયે બધાં
સન્માન ઓછાં છે,
તરી જવું બહુ સહેલું છે ,મુશ્કિલ
ડૂબવું જેમાં
એ નિર્મળ રસ સરિતા થી
ગંગા સ્નાન ઓછાં છે..
?
મોલ મબલખ પામવા
ફળદ્રુપ માટી જોઈએ
કાવ્ય નું એવું જ છે
ઝણઝણાટી જોઈએ...
?
હવા છું હું
કેમ સાબિત કરૂં
તું શ્વાસ ભર
ખુદ ને સ્થાપિત કરૂં...
?