"સેવા કોની?"
ચીટફંડ ના ચક્કર માં પડાય છે,
લોભ માં લોકો ફસાય છે,
કોણ કરે છે?આટલી ચીટ !
રાજનીતિ પણ અહીં જોડાય છે,
ગુમાવનાર નું દર્દ તો જાણો !
નિસાસા પર રાજકારણ રમાય છે,
નોટ ને વોટ ના ચક્કર માં પીસાય છે,
સેવા ના નામે છેતરાય છે !
ટટોલો બસ હવે હ્રદય માં,
ખુદા ક્યાં છે? તે હવે શોધાય છે !
ખુદ ને તમે સમજો તો,
માનવી ના હ્રદય માં ઈશ્વર દેખાય છે.
-@કૌશિક દવે