#AB ?kunjdeep...
****રંગત ****
કાના...
મને પણ લઈ જા ને તારી સાથે..
અલગ અલગ રહી યાદ કરવા કરતાં
મને પણ લઈ જા ને તારી સાથે..
જાણું કાના મારે તો હંમેશા
તારા વિના જ જીવવાનું..
આપ્યું છે મેં પણ વચન
કે
રહીશ..
પણ
આખરે તો હું પણ એક
જીવ જ છું..
તો
તારા વગર મારા થી
નથી રેવાવાનુ...
કાના જાણું હું બધું જ
સમજુ હું બધું જ
આ ભવ માં તો નથી જ
સાથે જીવવાનું...
તારી સંગત ની રંગત એવી
કે,
મેં નક્કી કર્યું છે કે
તારા નામનો ચૂડલો પહેરી
તારા નામનું જ સિંદૂર પૂરવાનું..
તારા નામની ઓઢણી ઓઢી
અંતે મારે તારા માં જ સમાવવાનું..
કુંજદીપ.