રંગત.......
આંનદ રંગત જામી આજ આંગણ મારા,
એનાં મુળ તારા સ્મિત માં સમાંયા વાલમ.......
નહીં તો આ પાગલ લબ્સ હતી કોરી કાગળ સમી
તારા મસ્તી ભર્યા રંગત થી તો આ લબ્સ બની ગઈ લાગણી ભીની એ સાયબા,તુજ પ્રેમ રંગત ની અસર આ દિલ ને થઈ ગઈ......
આંખો તારી ચાહત ની લાગી ચુસ્કી,દિલ માં મચી ગઇ ગુફ્ત ગુ,આજે તો આ લબ્સ ની કલમ જીવંત
થઇ ગઈ, કે વાલમ તુજ પ્રેમની રંગત થકી સપનાં હકીકત બની ગયા.........
આ પાગલ લબ્સ નું મન ભટકયું,મંજીલ થી
વાલમ તુજ પ્રેમ ની રંગત આ દિલ ને થઇ ગઈ
પ્રેમ દિવાની મીરાં સમાન તારી પ્રેમ રંગત માં મસ્ત રંગની,તુજ પ્રેમ રંગત ની અસર આ દિલ ને થઇ ગઈ..........
તારા પ્રેમ ના સપનાં સજાવી, આ પાગલ લબ્સ તને જીવન બનાવી બેઠી, તુજ પ્રેમ ની રંગત ની અસર આ દિલ ને થઇ ગઈ,તુજ આ પાગલ દિવાની નું લક્ષ્ય બની ગયો,તારા પ્રેમ ની રંગત માં આ લબ્સ રંગાઈ ગઈ.......
આ પાગલ તને નિહારતી રહી, તારા પ્રેમ ની વાત આખા ગામ ને કરતી સિવાય તારા ,ડર એ તુજ ને ખોઈ ન બેસે સદાય માટે, તારી પ્રેમ દિવાની તારી પ્રેમ રંગત માં રંગાઈ ગઈ........
- શૈમી ઓઝા "લબ્સ "
અમદાવાદ.........