નયન , ઝુલ્ફો,
તારી ઝુલ્ફો નિહારી ,આ દિવાનો રાહ ચુક્યો,
તારી લટો એતો મને તારી તરફ ખેચ્યો,આ પાગલ ને .......
તારી હરણી જેવા નયને તો મને ક્ષણીક પળ માં પાગલ શાયર બનાવી દીધો, તારા આંખો ને તો મારે મસ્ત નિહારવી,તારી ઝુલ્ફો આડ ચડાવે,તુ જ બોલ ને શું કરે આ પાગલ.......
આ દિવાનો હશે પોતાની નાદાની પર,તારી એક ઝલક ને પામવા અધીરા બન્યા છે, પામવા તને
તું જ બતાવ ને શું કરે આ પાગલ .........
આ દિલ તો તમે નયન નાં તીર થી વિંધી ગયા,
આ પાગલ ને દિવાનો કરી,આ દિલ ને આદત પડી ગઈ છે તારી તું બતાવ ને શું કરે આ પાગલ.......
તારી સાથે જીવવા ના સમણાં સજાવી બેઠો આ અઘરો દિવાનો, પ્રેમ ના માળા નું તણખલું નાખ્યું હતું, તે આ દિલ તે ઘર માં તારી સાથે રહેવા માંગે,તને પોતાની સમજે તુ બતાવ ને શું કરે આ પાગલ.......
શૈમી ઓઝા "લબ્સ"