તોય ઘણું છે......
વિખ્યાત કોને થવું છે જગમાં,
બસ.! તું ઓળખે છે તે ઘણું છે.
ખુશીઓની ચિંતા કોને છે હવે..!
તું મળી ગઈ એજ ઘણું છે.
લોકો સાથ રહે યા ના રહે,
તું સાથ રહે તોય ઘણું છે.
અમૃતની તરસ નથી મને,
તારા પ્રેમ ને પીવાય તોય ઘણું છે.
વ્યાધિઓની વમળ માં વિખરાયો છું,
તારા પાલવમાં સમેટીને રાખે તોય ઘણું છે.
- વી. કુમાર.