રચના.3... "'HIGH LEVEL" પ્રેમ
જમી ને તો ધરાય બધાં...
પણ ભોજન વગર સંતોષ નો ઓડકાર આપે
એવો તારો 'high level' પ્રેમ છે...
ચાલીને તો મંઝીલે પહોંચે બધાં...
પણ ઈચ્છા માત્રથી તારી સમીપ પહોંચી જવાય
એવો તારો 'HIGH LEVEL' પ્રેમ છે...
મળીને તો હરખાય બધાં...
પણ દૂર રહીને તારો એહસાસ અનુભવાય
એવો તારો 'HIGH LEVEL' પ્રેમ છે...
આંખથી તો જોવે બધા...
પણ બંધ આંખે તારું સૌંદર્ય માણી શકાય
એવો તારો 'HIGH LEVEL' પ્રેમ છે...
અત્તરથી તો મહેકે બધાં...
પણ તારી સ્મૃતિ થી જ સુગંધ પ્રસરાય
એવો તારો 'HIGH LEVEL' પ્રેમ છે...
સ્પર્શ થી તો આનંદ માણે બધા...
પણ નજર માત્ર થી હૃદય ના સ્પંદનો અનુભવાય
એવો તારો 'HIGH LEVEL' પ્રેમ છે...
બાથ ભીડી ને આલિંગન તો આપે બધાં...
પણ માત્ર વિચારોથી વીંટળાઈ વળાય
એવો તારો 'HIGH LEVEL' પ્રેમ છે...
પામીને તો ગદ્ -ગદિત થાય બધાં
પણ તારી મારકણી અદા માત્ર થી ઓળઘોળ થઈ જવાય
એવો તારો 'HIGH LEVEL' પ્રેમ છે...
ઝરમર વરસાદ માં તો ન્હાય બધાં...
પણ તારા નામ માત્ર થી "નીલ" તરબોળ થઈ જાય
એવો તારો 'HIGH LEVEL' પ્રેમ છે...
ડો. નિલેશ એમ.રામાનુજ "નીલ"
ભાવનગર. તા.14/02/2019