તું ક્યારેકતો આવીશ ને ..
સપનાઓને સાકાર કરવા તું ક્યારેકતો આવીશ ને ..
ધારણાઓને હકીકતમાં બદલાવવા તું ક્યારેકતો આવીશ ને ..
વહેમને પ્રેમમાં ફેરવવા તું ક્યારેકતો આવીશ ને ..
લાગેલી આગને બુઝાવવા તું ક્યારેકતો આવીશ ને ..
અધુરી તરસને છીપાવવા તું ક્યારેકતો આવીશ ને ..
અંધકારને ઉજાસ તરફ લઇ જવા તું ક્યારેકતો આવીશ ને ..
આવેલા દુ:ખને સુખમાં ફેરવવા તું ક્યારેકતો આવીશ ને ..
અજાણ્યા રસ્તામાં સાથ આપવા તું ક્યારેકતો આવીશ ને ..
લાગણીઓનાં આવેશમાં ઓગળવા તું ક્યારેકતો આવીશ ને ..
આંખોમાંથી નિકળેલા આંસુઓને લુછવા તું ક્યારેકતો આવીશ ને ..
©krish45371